જામનગર જિલ્લાના મેઘપર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં નાસતા-ફરતા આરોપીને જામનગર એસઓજીની ટીમે સીક્કાના પાટીયા પાસેથી દબોચી લઇ મેઘપર પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર જિલ્લાના મેઘપર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં સંડોવાયેલો વિનોદ જીણા ચાવડા દેવીપુજક (રહે. જેતલસર, તા. જેતપુર, જી. રાજકોટ) નામનો શખ્સ સીક્કા ગામના પાટીયા પાસે ઉભો હોવાની એસઓજીના મયુરદ્દિન સૈયદ, રમેશ ચાવડા, અરજણ કોડિયાતરને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયની સૂચનાથી પીઆઈ એસ.એસ. નિનામા તથા સ્ટાફે વોચ ગોઠવી અને સીક્કા પાટીયા પાસેથી ઉભેલા વિનોદ જીણા ચાવડા દેવીપુજક (ઉ.વ.22) નામના શખ્સને દબોચી લીધો હતો અને આ તસ્કરને મેઘપર પોલીસ સ્ટેશનને સોંપી આપ્યો હતો. તેના આધારે મેઘપર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.