જામનગર પોલીસની પેરોલફર્લો સ્ક્વોડે મારામારીના ગુનામાં છેલ્લા બાવીસ વર્ષથી નાસતા-ફરતા આરોપીને ગોંડલ તાલુકાના ઉમ્બાડામાંથી ઝડપી લીધો છે. પકડાયેલા આરોપીને ધ્રોલ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ધ્રોલ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2000માં ચા પીવા બાબતે મારામારી થયેલ હોય આરોપી ગીમા કાળુંભાઈ કટારા નામનો આરોપી છેલ્લા 22 વર્ષથી નાસ્તો ફરતો હતો. દરમિયાન પોલીસની પેરોલ ફર્લો સ્ક્વોડને મળેલી બાતમીના આધારે ગોંડલ તાલુકાના ઉમ્બાડા ગામ ખાતેથી 22 વર્ષથી ફરાર આ શખ્સને દબોચી લેવામાં આવ્યો હતો. આગળની કાર્યવાહી માટે તેને ધ્રોલ પોલીસને હવાલે કરી દેવામાં આવ્યો છે. આ કામગીરી ફર્લો સ્કવોડના ઇન્ચાર્જ પીએસઆઇ બી.એમ. દેવમુરારી, હેડ કોન્સ. લખધીરસિંહ જાડેજા, રાજેશભાઇ સુવા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઈ નોયડા, કાસમભાઈ બલોચ, રણજીતસિંહ પરમાર, મેહુલભાઈ ગઢવી, કરણસિંહ જાડેજા, ભરતભાઈ ડાંગર તથા પો.કો. મહિપાલભાઈ સાદીયા, ધર્મેન્દ્રભાઈ વૈશ્ર્ણવ, અરવિંદગીરી ગોસ્વામી અને એલસીબીના હેડ કોન્સ. નિર્મળસિંહ જાડેજા અને બળવંતસિંહ પરમાર દ્વારા કરવામાં આવી હતી.