Monday, December 23, 2024
Homeરાજ્યદ્વારકા જતા પદયાત્રી સંઘ સાથે મોટરકારનો અકસ્માત: યુવાન ગંભીર

દ્વારકા જતા પદયાત્રી સંઘ સાથે મોટરકારનો અકસ્માત: યુવાન ગંભીર

- Advertisement -

સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા ખાતે ચાલીને જતા પદયાત્રી સંઘમાં જઈ રહેલા અઢાર વર્ષના એક યુવાનને એક મોટરકારના ચાલકે હડફેટે લેતાં તેને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં દ્વારકાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

- Advertisement -

આ અંગેની જાણવા મળતી વિગત મુજબ સાયલાથી પગપાળા દ્વારકા ખાતે દર્શને જવા માટે નીકળેલા એક સંઘ કલ્યાણપુરથી થોડે દુર ગુરગઢ પાસે પહોંચતા આ માર્ગ પર જઈ રહેલા વેગન-આર મોટરકારના ચાલકે આ સંઘમાં જઈ રહેલા વ્યક્તિઓ પૈકી બે ને હડફેટે લેતા આ બાબત અંગે રાણ-લીંબડી સ્થિત ઈમરજન્સી 108 વાનને જાણ કરવામાં આવી હતી. જેથી 108 ના ઈ.એમ.ટી. રાકેશભાઈ બાંભણિયા તથા પાયલોટ કેતન નંદાણીયા તાકીદે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જેમાં 18 વર્ષના જયદીપ હરજીભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેને દ્વારકાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ આ મોટરકાર રોડની એક તરફ ઉતરી ગઈ હતી. વધુમાં જાણવા મળતી વિગત મુજબ બોટાદથી દ્વારકા જઈ રહેલી આ મોટરકારમાં સવાર એક વ્યક્તિને પણ ઇજાઓ થયો હોવાનું જાણવા મળ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular