Thursday, December 12, 2024
Homeરાજ્યધ્રોલ નજીક બંધ પડેલા ડમ્પર પાછળ બાઇક ઘુસી જતાં અકસ્માત

ધ્રોલ નજીક બંધ પડેલા ડમ્પર પાછળ બાઇક ઘુસી જતાં અકસ્માત

બાઈકસવાર યુવાનને ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે મૃત્યુ : પોલીસ દ્વારા કાર્યવાહી

- Advertisement -

ધ્રોલથી જોડિયા તરફ જતાં ધોરીમાર્ગ પર આવેલા માવાપર ગામ નજીક બંધ પડેલા ડમ્પર પાછળ ધડાકાભેર બાઈક અથડાતા યુવાનનું ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યાનાં બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, જોડિયા તાલુકાના લખતર ગામમાં રહેતો અને ખેતમજૂરી કરતો મુળ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાનો રામરાજપર ગામનો વતની ઘનશ્યામ કરશનભાઇ કમેજળિયા (ઉ.વ.43) નામનો યુવાન બુધવારે રાત્રિના નવ વાગ્યાના અરસામાં તેની જીજે-10-ડીજી-7532 નંબરની બાઇક પર પૂરઝડપે બેફીકરાઇથી ધ્રોલ થી જોડિયા તરફના માર્ગ પરથીપસાર થતો હતો ત્યારે માવાપર ગામના પાટીયા નજીક પહોંચ્યો ત્યારે રસ્તાની સાઈડમાં બંધ પડેલા જીજે-03-એએકસ-8147 નંબરના ડમ્પર પાછળના ભાગે ધડાકાભેર અથડાતા અકસ્માતમાં ઘનશ્યામને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. બનાવની જાણ અરવિંદભાઈ ગુંડિયા દ્વારા કરાતા પીએસઆઈ એમ.એન. જાડેજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી મૃતક વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular