કાલાવડ તાલુકાના ખીમાણી સણોસરા ગામથી રાજકોટ કંપનીમાં નોકરી પર જતા બે યુવાનોને બાઇક આગળ આણંદપર નજીક આગળ જતા ટ્રકે બે્રક મારતા પાછળથી આવી રહેલી બાઈક ટ્રક સાથે અથડાતા અકસ્માતમાં બે યુવાનોને ઈજા પહોંચી હતી.

અકસ્માતના બનાવની વિગત મુજબ કાલાવડ તાલુકાના ખીમાણી સણોસરા ગામમાં રહેતા અનિરૂધ્ધસિંહ રેવતુભા જાડેજા નામનો યુવાન ગઈકાલે મંગળસિંહ રાજપુતના જીજે-10-એએ-4674 નંબરના બાઈકમાં પાછળ બેસેની રાજકોટમાં ઈપીપી કંપનીમાં નોકરી પર જતા હતાં તે દરમિયાન આણંદપર ગામ પાસે પહોંચ્યા ત્યારે આગળ જતો જીજે-10-ટીએકસ-5767 નંબરના ટ્રક ચાલકે રોડ પર ટ્રક ઉભો રાખી દેતા પાછળથી આવી રહેલું બાઈક ટ્રક પાછળ અથડાતા અકસ્માતમાં અનિરૂધ્ધસિંહ અને મંગળસિંહને ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ ચાલક ટ્રક મૂકી નાશી ગયો હતો. ત્યારબાદ ઈજાગ્રસ્તોને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં અનિરૂધ્ધસિંહની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. બનાવ અંગે જગદીશસિંહ દ્વારા જાણ કરાતા પીએસઆઇ સી બી રાકંજા તથા સટફે ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.