ઉત્તર પ્રદેશના કન્નોજ જિલ્લાના તાલગ્રામ વિસ્તારમાં આવેલા આગ્રા લખનૌ એક્સપ્રેસ વે પર ભીષણ રોડ અકસ્માત થયો છે. મનાઈ રહ્યું છે કે એક અનિયંત્રિત કાર પાર્ક ટ્રકમાં ઘૂસી ગઈ છે. આ રોડ અકસ્માતમાં કાર સવાર 6 લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ કાર સવાર લખનૌથી મેહદીપુર બાલાજી દર્શન કરવા જઈ રહ્યા હતા. ત્યારે ઘટનાની માહિતી મળતા સ્થાનિક પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી. મૃતકોની બોર્ડીને મેડિકલ કોલેજમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાઈ છે. પોલીસે તપાસ હાથ ધરી છે. ત્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કન્નૌજમાં થયેલા રોડ અકસ્માત પર દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે વરિષ્ઠ અધિકારીઓને દુર્ઘટના સ્થળ પર રહેલા પીડિતોની યથાસંભવ મદદ કરવાના નિર્દેશ આપ્યા છે.
ઉત્તર પ્રદેશમાં રોડ અકસ્માતના મામલા વધી ગયા છે. ગત 9 ફેબ્રુઆરીએ વારાણસીમાં મહિલાના અંતિમ સંસ્કાર કરી પાછા ફરી રહેલા પિકઅપ સવાર લોકો અકસ્માતનો શિકાર બન્યા હતા. મંગળવારે પણ એક અકસ્માત થયો હતો જેમાં 5 લોકોના મોત થયા હતા જ્યારે એકનું સારવાર દરમિયાન મોત થયું હતુ. આ ઘટનામાં 5 અન્ય ગંભીર રુપે ઘાયલ થઈ ગયા છે. જેમાં એકને સારવાર માટે વારાણસી હાયર સેન્ટર રેફર કરવામાં આવ્યો હતો. ઘટનામાં જલાલપુર હાઈવે વારાણસી સીમા પર તે સમયે થયો જ્યારે ફુલ સ્પીડમાં પિકઅપ એક ટ્રક સાથે અથડાઈ ગઈ.
જૈનપુર પોલીસ અધિક્ષક (સિટી) ડો. સંજય કુમારે જણાવ્યું કે એક પિકઅપ વારાણસીથી એક મહિલાના અંતિમ સંસ્કાર કરી સરાયખ્વાજા જઈ રહી હતી. જલાલપુર પોલીસ વિસ્તારમાં વારાણસી બોર્ડર પર તેની ટક્કર એક ટ્રક સાથે થઈ જેમાં 6 લોકોનું મોત થયું છે. એક અન્યને સારવાર દરમિયાન દમ તોડ્યો છે. આ ઘટનામાં 6 લોકો ઘાયલ થયા છે. જેમની સારવાર જિલ્લા સદર હોસ્પિટલમાં ચાલી રહી છે. એકની હાલત ગંભીર હોવાથી તેને હાયર સેન્ટર રિફર કરવામાં આવ્યો છે.