Saturday, March 28, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં દિગ્જામ સર્કલ પાસે એસટી બસની ઠોકરથી અકસ્માત, ટ્રાફિક જામથી લોકો પરેશાન...

જામનગરમાં દિગ્જામ સર્કલ પાસે એસટી બસની ઠોકરથી અકસ્માત, ટ્રાફિક જામથી લોકો પરેશાન – VIDEO

જામનગર શહેરના દિગ્જામ સર્કલ નજીક આજે એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં પૂર ઝડપે દોડી રહેલી એસટી બસે આગળ જતા સ્કૂટરને પાછળથી ઠોકર મારી હતી. આ અકસ્માત એટલો અચાનક બન્યો કે સ્કૂટર ચલાવતી મહિલા રસ્તા પર પટકાઈ ગઈ હતી. બનાવ બાદ એસટી બસને તરત જ રસ્તા પર જ ઉભી રાખવામાં આવી હતી. અકસ્માતમાં સામેલ મહિલા ચાલકે બસના ડ્રાઇવર અને કંડકટર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. જેનાને કારણે દિગ્જામ સર્કલ જેવા વ્યસ્ત વિસ્તારમાં વાહન વ્યવહાર અસ્તવ્યસ્ત બની ગયો હતો અને રસ્તા પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.

- Advertisement -

માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ટ્રાફિકને નિયંત્રિત કરવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસે થોડા જ સમયમાં ટ્રાફિક ક્લીયર કરાવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular