Monday, January 13, 2025
Homeરાજ્યજામનગરનાઘેડી નજીક ટ્રક અને પીકઅપ વાન વચ્ચે અકસ્માત, 2 પિતરાઈ ભાઈના મોત

નાઘેડી નજીક ટ્રક અને પીકઅપ વાન વચ્ચે અકસ્માત, 2 પિતરાઈ ભાઈના મોત

ત્રણ ઈજાગ્રસ્ત : જામનગરનો પરિવાર વરસીની વિધિમાં આમરા ગામે જઈ રહ્યો હતો તે વેળાએ બનાવ બન્યો

- Advertisement -

જામનગર ખંભાળિયા રોડ પર આજે વહેલી સવારે ટ્રક અને પીકઅપ વાન વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં 2 પિતરાઈ ભાઈઓના ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યા છે. જયારે 1 મહિલા સહીત ત્રણ લોકો ઈજાગ્રસ્ત થતાં તેઓને એમ્બ્યુલન્સ મારફતે જીજી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. જામનગરનો પરિવાર બોલેરો લઇને વરસીની વિધિમાં આમરા ગામે જઈ રહ્યો હતો તે દરમિયાન આ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે.

- Advertisement -

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ આજે સવારે જીવલેણ અકસ્માત નીપજ્યો છે. જેમાં બે પિતરાઈ ભાઈઓના મૃત્યુ નીપજ્યા છે. જામનગર અને બેડ તેમજ ધુવાવના પરિવારના 10 જેટલા સભ્યો આમરા ગામે વરસીની વિધિમાં જઈ રહ્યા હતા દરમિયાન આ ગમખ્વાર અકસ્માત નડયો હતો. નાઘેડી નજીક સિમેન્ટનું મિક્સર ટ્રક પીકઅપ વાન સાથે અથડાતા અકસ્માત નીપજ્યો હતો. જેમાં ગોકુલનગરમાં રહેતા  હિરેન રમણીકભાઈ મઘોડીયા (ઉ.વ.17) અને અનિલ  મોહનભાઈ મઘોડિયા (ઉંમર વર્ષ 19) ના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ નિપજયા હતા. જ્યારે ત્રણ વ્યક્તિઓ જેમાં ગોકુલનગરમાં રહેતા હેમલતાબેન રમણીકભાઈ મઘોડિયા (ઉંમર વર્ષ 20) અને ધુવાવ ગામમાં રહેતા મિલન રાજેશ ભાઈ કણજારીયા (ઉંમર વર્ષ 13) અને બેડગામના ઉત્તમ નરોત્તમભાઈ ખાણધર (ઉંમર વર્ષ 13) ઈજાગ્રસ્ત થતાં તેઓને 108 મારફતે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular