Sunday, December 22, 2024
Homeરાજ્યહાલારરીક્ષાચાલકે મોટરસાઈકલને હડફેટે લેતા ગંભીર ઈજાથી ચાલકનું મૃત્યુ

રીક્ષાચાલકે મોટરસાઈકલને હડફેટે લેતા ગંભીર ઈજાથી ચાલકનું મૃત્યુ

મોટાવડાળા ગામના પાટીયા પાસેનો બનાવ: પોલીસ દ્વારા રીક્ષાચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ

- Advertisement -

કાલાવડ-રાજકોટ હાઈવે પર મોટા વડાળા ગામના પાટીયા પાસે રીક્ષાચાલકે મોટરસાઈકલને હડફેટે લેતા મોટરસાઈકલચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે રીક્ષાચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, ફરિયાદી મકનાભાઈ નેવલાભાઈ ગણાવાના નાના ભાઈ મુલીયાભાઈ ઉર્ફે મુળજીભાઈ નેવલાભાઈ ગણાવા પોતાનું જીજે-05-જીબી-5442 નંબરનું હિરોહોન્ડા મોટરસાઈકલ લઇને કાલાવડથી રાજકોટ પર આવેલ મોટા વડાળા ગામના પાટીયે અનાજ કરીયાણું લઇ વાડીએ જતાં હતાં આ દરમિયાન શીશાંગ ગામ તરફથી આવતી જીજે-10-ટીઝેડ-0213 નંબરના રીક્ષાચાલકે તેની રીક્ષા પૂરઝડપે અને બેફીકરાઈથી ગફલતભરી રીતે ચલાવી મુલીયાભાઈના મોટરસાઈકલને હડફેટે લઈ માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું.

અકસ્માત સર્જી રીક્ષાચાલક નાશી ગો ો. આ અંગે મૃતકના મોટાભાઈ મકનાભાઈ દ્વારા કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જીજે-10-ટીઝેડ-0213 ના રીક્ષાચાલક વિરૂધ્ધ ગુનો નોંધાવતા કાલાવડ ગ્રામ્યના એએસઆઈ આર.વી. ગોહિલ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular