જામનગર શહેરમાં હરિયા કોલેજથી આગળ આવેલ ઓવરબ્રિજ પાસે કાર ચાલક દ્વારા બાઇક લઇને પસાર થઇ રહેલા પંકજભાઇ ઉમેશભાઇ જોશી નામના આધેડને હડફેટે લેતાં બાઇકસવાર પંકજભાઇને ગંભીર ઇજા પહોંચી હતી. 108 મારફતે તેમને જી.જી. હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમની હાલત ગંભીર જણાતાં તબીબોએ વધુ સારવાર માટે હાયર સેન્ટર ખાતે લઇ જવા પરિવારજનોને જણાવ્યું હતું.