Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર-ધ્રોલ હાઇવે પર કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બાઇક સવારનું મૃત્યુ

જામનગર-ધ્રોલ હાઇવે પર કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બાઇક સવારનું મૃત્યુ

- Advertisement -

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ નજીક બાવની નદીના પુલ ઉપર કારએ બાઇકને હડફેટ લેતાં ધ્રોલના બાઇકસવાર ખેડૂત આધેડનું ગંભીર ઇજા થવાથી સારવાર દરમ્યાન મૃત્યુ નીપજયું છે. પોલીસ દ્વારા કાર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

- Advertisement -

આ ઘટનાની વિગત મુજબ, ધ્રોલમાં સન સીટી વિસ્તારમાં રહેતા અશ્વિનભાઈ રત્નાભાઇ બોડા (ઉ.વ.55) નામના ખેડૂત ગઈકાલે પોતાનું મોટરસાયકલ લઈને જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ પાસે આવેલી બાવની નદીના પુલ ઉપરથી પસાર થઇ રહયા હતા.જે દરમિયાન પાછળથી પુરપાટ વેગે આવી રહેલી જી.જે.-3 એમ.ઇ. 0158 નંબરની કારના ચાલકે બાઇકને પાછળથી ટક્કર મારી હડફેટમાં લઇ લેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં અશ્વિનભાઈ બોડા ને ગંભીર ઈજા થઈ હોવાથી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતું ત્યાં ફરજ પરના તબીબોએ તેઓનું મૃત્યુ નિપજયાનું જાહેર કર્યું હતું.

આ બનાવ અંગે મૃતકના ભત્રીજા કિરીટભાઇ બોડાએ પોલીસને જાણ કરતાં ધ્રોલ પીએસઆઇ એમ.એન.જાડેજા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે તેમજ હોસ્પિટલે દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી. તેમજ કાર ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular