જામનગર શહેરના વાલ્કેશ્વરી નજીક ગત રાત્રિના સમયે ઓવરબ્રીજના કામ નજીકથી પસાર થતી કારે બાઈકને ઠોકર મારી હડફેટે લેતા અકસ્માતમાં બાઈકસવાર ઘવાયો હતો. ઈજાગ્રસ્ત બાઇકસવારને સારવાર માટે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણ થતા પોલીસે ઈજાગ્રસ્તના નિવેદનના આધારે ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરી હતી.