રાજકોટ-અમદાવાદ હાઇવે પર સાત હનુમાન મંદિર નજીક પેટ્રોલ ભરેલું ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રકમાં આગ ફાટી નીકળી હતી. આ અંગે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા તાત્કાલિક આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આ ઘટનામાં ટ્રક ચાલક દાઝી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
ગઈકાલે રાત્રે રાજકોટ અમદાવાદ હાઇવે પર કુવાડવા ગામ નજીક સાત હનુમાનજી મંદિર પાસે એક ટ્રક અને પેટ્રોલ ભરેલા ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેના પરિણામે ટ્રકમાં આગ ફાટી નીકળી હતી અને સળગીને ખાક થઇ ગયો હતો. ડ્રાઈવર દાઝી જતા તે હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે. સદનસીબે કોઈ જાનહાની થઇ નથી.