હાલમાં શાળાના પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થીની ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોય, આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા અને તે કેમ્પસમાં ડીઇઓ દ્વારા તપાસ કરવાની માગ સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ડીઇઓને આવેદનપત્ર પાઠવાયું હતું.
જામનગરમાં શાળાના આચાર્ય દ્વારા 15 વર્ષની વિદ્યાર્થીની ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આઠ વર્ષથી મનિષ બુચ દ્વારા એક વિદ્યાર્થીની ઉપર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે ડીઇઓ દ્વારા આ અંગે શું પગલાં લેવામાં આવ્યા? અને મનિષ બુચ જે કેમ્પસમાં નોકરી કરે છે ત્યાં ડીઇઓ દ્વારા તપાસનો આદેશ કરવાની માગ સાથે એબીવીપીના નગરમંત્રી દિવ્યરાજસિંહ જાડેજા સહિતના કાર્યકરો દ્વારા ડીઇઓને આવેદનપત્ર પાઠવ્યું હતું.