દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ વખતે મગફળી ના પાકનું વધુ વાવેતર થયું છે. સાથે સાથે ઉત્પાદન પણ નોંધપાત્ર પ્રમાણમાં રહ્યું છે. હાલ મોટાભાગના ખેડૂતોએ મગફળી કાઢી અને વેચાણ માટે બજારમાં મૂકી છે.
અહીંના માર્કેટ યાર્ડમાં હરાજી માટે મગફળીની પુષ્કળ આવક થઈ રહી છે. આજની પરિસ્થિતિએ અહીંના માર્કેટિંગ યાર્ડમાં આશરે 20 હજાર ગુણી મગફળી હરાજી માટે પેન્ડિંગ છે. ત્યારે આજે સવારથી માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ઉતરાઈ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. આગામી દિવસોમાં અહીંના યાર્ડમાં હાલ પડી રહેલી મગફળી તથા તેની પેન્ડિંગ હરાજી જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી ખેડૂતોને અહીં મગફળી ન લઈ આવવા તેમજ અહીં આવ્યા પૂર્વે જે-તે કમિશન એજન્ટનો સંપર્ક કરીને જ અહીં આવવા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી ભાવેશભાઈ જોગલની એક યાદીમાં જણાવાયું છે.