Sunday, September 8, 2024
Homeરાજ્યજામનગરએનડીપીએસ એકટના કેસમાં ફરાર આરોપી ઝડપાયો

એનડીપીએસ એકટના કેસમાં ફરાર આરોપી ઝડપાયો

- Advertisement -

જામનગર એસઓજી પોલીસે સીટી બી ડીવીઝન પોલીસના એનડીપીએસ એકટના કેસમાં ફરાર આરોપીને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર સીટી બી ડીવીઝનમાં નોંધાયેલ એનડીપીએસ એકટના કેસનો આરોપી હુશેન ઉર્ફે ઘુઘુ હસન ભડાલા નામનો શખ્સ નાસતો ફરતો હોય આ દરમિયાન હાલમાં શરૂ સેકશન રોડ, આશાપુરા હોટલ પાસે ઉભો હોવાની એસઓજીના અનિરૂધ્ધસિંહ ઝાલા, ચંદ્રસિંહ જાડેજા, હર્ષદભાઈ ડોરીયા તથા દિનેશભાઈ સાગઠીયાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને જામનગર એસઓજીના પીઆઇ બી.એન. ચૌધરી તથા ઈન્ચાર્જ પીઆઇ જે.વી. ચૌધરી, પીએસઆઈ જે.જી.પરમાર સહિતના સ્ટાફ દ્વારા રેઈડ દરમિયાન શરૂ સેકશન રોડ, આશાપુરા હોટલ પાસેથી હુશેન ઉર્ફે ઘુઘુ હસન ભડાલા નામના શખ્સને ઝડપી લીધો હતો અને વધુ કાર્યવાહી માટે સીટી બી ડીવીઝન પોલીસને સોંપી આપ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular