Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરજામનગર ટ્રાફિક પોલીસ દ્વારા એક ડઝન જેટલા વાહનો ડીટેઇન

જામનગર ટ્રાફિક પોલીસ દ્વારા એક ડઝન જેટલા વાહનો ડીટેઇન

સાત રસ્તા પાસેથી 9 લકઝરી બસો અને 3 ઈકો વિરૂધ્ધ કાર્યવાહી

- Advertisement -

જામનગર પોલીસ અધિક્ષકના નેજા હેઠળ ટ્રાફિક શાખા દ્વારા સાત રસ્તા સર્કલ પર ટ્રાફિકને અડચણરૂપ લકઝરી બસો, ઈકો વાહનો સહિતના એક ડઝન જેટલા વાહનો ડીટેઈન કરી કાર્યવાહી હાથ ધરવામાં અવી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી જે.એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એમ.બી. ગજ્જર, પીએસઅઈ આર.સી. જાડેજા, આર.એલ. કંડોરીયા તથા હેકો મહેન્દ્રસિંહ ઝાલા, મનહરસિંહ ઝાલા, પ્રતિપાલસિંહ સોઢા સહિતના સ્ટાફ દ્વારા બુધવારે સાત રસ્તા સર્કલ પર ટ્રાફિકને અડચણરૂપ વાહનો વિરૂધ્ધ કડક કાર્યવાહી અંતર્ગત ટ્રાફિક પોલીસે મોટર વ્હીકલ એકટ 207 મુજબ 9 લકઝરી બસો અને 3 ઈકો વાહન સહિત 12 વાહનો વિરૂધ્ધ ડીટેઈન કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular