જામનગર મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખા દ્વારા પમ્પ હાઉસ ફિલ્ટર પ્લાન્ટ ખાતે નવા 30 એમએલડી ફિલ્ટર પ્લાન્ટ તથા નવા અંડરગ્રાઉન્ડ સમ્પ તથા તેને આનુસાંગિક પમ્પ હાઉસ અપગે્રડેશનની કામગીરી ચાલુ હોય જેનાઅનુસંધાને નવી ઈન્સ્ટોલ કરેલ પમ્પીંગ મશીનરીનું શંકરટેકરી જતી રાઈઝીંગ મેઈન પાઈપલાઈન સાથે જોડાણ કરવાનું હોય જેના કારણે તા.4 ના રોજ શુક્રવારે શંકરટેકરી ઝોન એ વિસ્તારોમાં પાણીકાપ લાદવામાં આવ્યો હતો અને શનિવારે પાણી વિતરણ કરવામાં આવનાર હોવાનું મહાનગરપાલિકા એ જણાવ્યું હતું. પરંતુ, શહેરના અંદાજે 20 હજાર પરિવારોએ શનિવારે પણ પાણી ન મળતા દેકારો બોલી ગયો હતો. શનિવારને બદલે રવિવારે એક દિવસ મોડું પાણી વિતરણ થતા લોકો પરેશાનીમાં મૂકાયા હતાં.
જામનગર મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખા દ્વારા નવી ઈન્સ્ટોલ કરેલ પમ્પીંગ મશીનરીનું શંકરટેકરી તરફ જતી રાઈઝિંગ મેઈન પાઈપલાઈન સાથે જોડાણ તા.4 માર્ચના કરવામાં આવતા શંકરટેકરી ઝોન એ ના વિસ્તારો પાબારી ઝોન હેઠળના વિસ્તારોમાં શુક્રવારે પાણી વિતરણ બંધ કર્યુ હતું. જેમાં ખંભાળિયા નાકાથી સેન્ટ્રલ બેંક વિસ્તાર, હવાઈ ચોક, નાગર ચકલો, હવેલી વિસ્તાર, પંચેશ્ર્વર વિસ્તાર, વંડાફળી, બેડી ગેઈટ, રણજીત રોડ, કડિયાવાડ, ગે્રઈનમાર્કેટ, કે.વી. રોડ, ત્રણ દરવાજા, જૂનો કુંભારવાડો, ભોઇવાડો, લંઘાવાડનો ઢાળિયો, ચાંદીબજાર, રતનબાઈ મસ્જિદ વાળો વિસ્તાર, જામનો ડેરો, ખોજાનાકુ, ખોજાવાડ, રંગુનવાલા વિસ્તાર, સતવારા વાડ, દરબારગઢ, મોદી વાડ, વાણિયાવાડ, સેતાવાડ, લુહારશાર, ગઢની રાંગ વિસ્તાર, ભાનુશાળી વાડ, શેઠફળી, બર્ધનચોક, મુલ્લા મેડી, કિશાન ચોક, ટીટોડીવાડી, ખોજાનુ નાકુ, નાગરપરા, મુળજી જેઠા ધર્મશાળા, સુમરા ચાલી, પ્રેમચંદ કોલોની, પવનચકકી ઝોન-2, સાધના કોલોની, નંદનવન પાર્ક, પટેલ પાર્ક, સિધ્ધી વિનાયક સોસાયટી, વૃંદાવન પાર્ક, સરદાર પાર્ક, ગ્રીન સીટી, યુવા પાર્ક, વ્રજવાટીકા, અશોકવાટીકા, આશિર્વાદ દીપ -1, 2, 3, 4, નંદનવન સોસાયટી તથા ગજાનંદ સોસાયટી સહિતના વિસ્તારોમાં તા.4 ના રોજ પાણી વિતરણ બંધ રહેશે અને શનિવારે પાણી વિતરણ કરવામાં આવશે તેમ મહાનગરપાલિકાએ જણાવ્યું હતું. પરંતુ, શનિવારને બદલે રવિવારે પાણી વિતરણ થતા શહેરીજનોને બે દિવસ પાણી વિતરણ ન થતા લોકોમાં દેકારો બોલી ગયો હતો.