Monday, January 12, 2026
Homeસમાચારઆંતરરાષ્ટ્રીયઅબ્દુલ રહેમાન મકકીને વૈશ્વિક આતંકવાદી જાહેર કરાયો

અબ્દુલ રહેમાન મકકીને વૈશ્વિક આતંકવાદી જાહેર કરાયો

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદએ પાકિસ્તાન સ્થિત આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીને વૈશ્વિક આતંકવાદીની યાદી ઉમેર્યો છે. ભારતે તો પહેલેથી જ લશ્કર-એ-તૈયબાના નેતાને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાની માંગ કરી હતી, પરંતુ ચીને તેનો વિરોધ કરતી હતી. જૂન 2022માં, ભારત સંયુક્ત રાષ્ટ્ર પ્રતિબંધ સમિતિમાં જોડાયું, આ અંતર્ગત પાક આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીને યાદીમાં જાહેર કરવાના પ્રસ્તાવને ચીન દ્વારા રોકવામાં આવતો હતો જેની આંતરરાષ્ટ્રીય મંચ પર ટીકા કરવામાં આવી હતી.

- Advertisement -

ભારત અને અમેરિકા પહેલા જ પોતાના દેશના કાયદા હેઠળ અબ્દુલ રહેમાન મક્કીને આતંકવાદી જાહેર કરી દીધો હતો. મક્કી ભારતમાં ઘણી આતંકવાદી પ્રવૃતિઓમાં સંકળાયેલ છે, જેમાં આતંકવાદી હુમલાઓ માટે ભંડોળ ઊભું કરવું, યુવાનોની ભરતી કરવી અને હિંસા માટે કટ્ટરપંથી વિચારધારા ફેલાવી અને ખાસ કરીને જમ્મુ અને કાશ્મીરમાં હુમલાનું આયોજન કરવું. અબ્દુલ રહેમાન મક્કી લશ્કર-એ-તૈયબાના વડા અને 26/11ના માસ્ટર માઇન્ડ હાફિઝ સઈદનો સાળો છે.

16 જૂન 2022ના રોજ, ચીને પાકિસ્તાની આતંકવાદી મક્કીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની પ્રતિબંધિત સૂચિમાં સામેલ કરવાના યુએસ અને ભારતના સંયુક્ત પ્રસ્તાવને રોક્યો હતો. અમેરિકા અને ભારતે સુરક્ષા પરિષદની અલકાયદા પ્રતિબંધ સમિતિ હેઠળ મક્કીને વૈશ્ર્વિક આતંકવાદી જાહેર કરવા માટે સંયુક્ત ઠરાવ રજૂ કર્યો હતો. 16 જૂને ચીન સિવાય તમામ સભ્યોએ મક્કીનું નામ આતંકવાદી યાદીમાં ઉમેરવાનું સમર્થન કર્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular