Tuesday, January 13, 2026
Homeરાજ્યહાલારમોટા વાગુદડ ગામમાંથી સગીરાનું અપહરણ

મોટા વાગુદડ ગામમાંથી સગીરાનું અપહરણ

ધ્રોલ તાલુકાના મોટા વાગુદડ ગામની સીમમાં આવેલા ખેતરમાં મજૂરી કામ કરતા શ્રમિક યુવાનની સગીરા પુત્રીનું લગ્ન કરવાની લાલચ આપી મધ્યપ્રદેશનો શખ્સ અપહરણ કરી લઇ ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કોટવાલના વતની હાલ ધ્રોલ તાલુકાના મોટાવાગુદડ ગામના હિતેશભાઈના ખેતરમાં મજૂરી કામ કરતા ખુમાનભાઈ બંડોડીયા નામના યુવાનની 15 વર્ષની સગીરા પુત્રીનું એક માસ અગાઉ સાંજના સમયે અલીરાજપૂર જિલ્લાના ઉમરી ગામનો વતની કુવરશી મગન વસુનિયા નામનો શખ્સ લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઈરાદે લલચાવી ફોસલાવી અપહરણ કરી લઇ ભગાડી ગયો હતો. આ બનાવ અંગે ભોગ બનનારના પિતા દ્વારા જાણ કરાતા સીપીઆઈ એમ. બી. ગજ્જર તથા સ્ટાફે ગુનો નોંધી સગીરાની શોધખોળ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular