જામનગર તાલુકાના ફલ્લા ગામમાં રહેતી તરૂણીનું લલચાવી ફોસલાવી એક શખ્સ અપહરણ કરી ભગાડી ગયાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના ફલ્લા ગામમાં રહેતા આદિવાસી શ્રમિક યુવાનની તરૂણી પુત્રીને બુરહાનપુર જિલ્લાના નેપાનગર તાલુકાના ચીમનીયાપુરમાં રહેતો મુકેશ નેરૂ મહેડા નામનો શખ્સ લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે અપહરણ કરી ભગાડી ગયો હતો. તરૂણીના પિતા દ્વારા ફરિયાદ નોંધાવાતા પીએસઆઈ એસ.પી. સોઢા તથા સ્ટાફે તરૂણી અને શખ્સની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.