Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયઅબ્બાસ નકવીએ મંત્રી પદેથી રાજીનામું આપ્યું, ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારની શકયતા

અબ્બાસ નકવીએ મંત્રી પદેથી રાજીનામું આપ્યું, ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારની શકયતા

- Advertisement -

રાષ્ટ્રપતિ બાદ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. હાલ એનડીએ તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરી દેવાયા છે. જ્યારે ટૂંક સમયમાં ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારનું નામ પણ જાહેર કરવામાં આવશે. એવામાં કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળીને મંત્રી પદેથી રાજીનામુ આપી દીધુ હતું, તેથી એવી અટકળો છે કે એનડીએ તરફથી મુખ્તાર અબ્બાસ નકવીને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરવામાં આવી શકે છે.

- Advertisement -

નકવી ઉપરાંત જે નામો એનડીએની યાદીમાં સામેલ છે તેમાં કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન અને પૂર્વ કેન્દ્રિય મંત્રી નઝમા હેપતુલ્લાનો પણ સમાવેશ થાય છે. અગાઉ એનડીએ દ્વારા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરાયા હતા, એનડીએએ ઝારખંડના પૂર્વ રાજ્યપાલ દ્રૌપદી મુર્મૂને પસંદ કર્યા હતા. જ્યારે વિપક્ષ તરફથી યશવંત સિન્હાના નામની જાહેરાત કરવામાં આવી છે. હવે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારો પણ જાહેર કરવામાં આવશે. વર્તમાન ઉપરાષ્ટ્રપતિ વેંકેૈયા નાયડુનો કાર્યકાળ 10મી ઓગસ્ટે પૂરો થાય છે. એક મીડીયા રિપોર્ટ પ્રમાણે નઝમા હેપતુલ્લા, આરીફ મહંમદખાન કે કેપ્ટન અમરિન્દરસિંહ વડાપ્રધાનની નિકટ નથી જ્યારે મુખ્તાર અબ્બાસ નક્વી વડાપ્રધાન સહિત ભાજપના અન્ય વરિષ્ઠ નેતાઓના નિકટવર્તી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular