જામનગર તાલુકાના હાપા રેલવે કોલોની જુના કવાર્ટર પાસે સેફટીની કુંડી નજીક નવજાત શીશુને તરછોડી દીધેલું મળી આવતા 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના હાપા રેલવે કોલોની જુના કવાર્ટર પાસે આવેલા ગરબી ચોકની બાજુમાં આવેલી સેફટીની કુંડી પાસે ગઈકાલે બપોરના સમયે અજાણી મહિલા તાજા જન્મેલા નવજાત શીશુને તરછોડીને જતી રહી હતી. આ અંગેની રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા જાણ કરવામાં આવતા પીએસઆઇ એ.આર. પરમાર તથા આરપીએફનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા નવજાત શીશુને એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. જ્યાં તબીબ દ્વારા તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે અજાણી મહિલા વિરૂધ્ધ નવજાત શીશુને તરછોડયાનો ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.