પંજાબમાં આમ આદમી પાર્ટીના સીએમ પદના ઉમેદવાર અને ધુરીથી વિધાનસભાના ઉમેદવાર ભગવંત માને શુક્રવારે અમૃતસરના અટારીમાં રોડ શો કર્યો હતો. રોડ શો દરમિયાન ભગવંત માનના કાફલા પર કોઈએ પથ્થરમારો કર્યો હતો. અને તેઓને માથામાં ઈજાઓ પહોચતા હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે
ભગવંત માન કારની સનરૂફ ખુલ્લી રાખીને રોડ શો કરી રહ્યા હતા તે દરમિયાન લોકો તેમના પર ફૂલ વરસાવી રહ્યા હતા અને અચાનક કોઈકે પથ્થર ફેંક્યો હતો.
ਹਲਕਾ ਅਟਾਰੀ ਤੋਂ LIVE https://t.co/3JqkF1MFq0
— Bhagwant Mann (@BhagwantMann) February 11, 2022
પંજાબની તમામ સીટો પર 20 ફેબ્રુઆરીએ મતદાન થશે, જ્યારે પરિણામ 10 માર્ચે આવશે. 25 જાન્યુઆરીએ નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. નામાંકન ભરવાની છેલ્લી તારીખ 1 ફેબ્રુઆરી રહેશે. ઉમેદવારી પત્રોની ચકાસણી 2 ફેબ્રુઆરીએ કરવામાં આવશે. નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ 4 ફેબ્રુઆરી રહેશે.