સુરત શહેરમાં થયેલ યુવતીની હત્યાના આરોપીને કડક સજા કરવાની માંગ સાથે આમ આદમી પાર્ટી જામનગર જિલ્લા કિસાન સંગઠન દ્વારા કલેકટર મારફત રાજ્યપાલ અને મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ તકે આમ આદમી પાર્ટી જિલ્લા કિસાન સંગઠનના પ્રમુખ પરેશભાઈ ભંડેરી, જામનગર શહેર ઉપપ્રમુખ આશિષભાઈ સોજીત્રા, પ્રવિણભાઈ ચનિયારા, વોર્ડ નં.16 પ્રમુખ નિલેશભાઈ ભાલારા, વોર્ડ નં.8 પ્રમુખ મેહુલ પટેલ, વોર્ડ નં.15 પ્રમુખ સાગરભાઈ પાંથર, રસિકભાઈ પ્રજાપતિ, અક્ષયકુમાર મકવાણા, નિર્મળસિંહ જાડેજા સહિતના કાર્યકરો-હોદ્ેદારો ઉપસ્થિત રહી આવેદનપત્ર પાઠવ્યું હતું.