Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરધો.10 માં હાલારના 512 વિદ્યાર્થીઓને A-1 ગ્રેડ

ધો.10 માં હાલારના 512 વિદ્યાર્થીઓને A-1 ગ્રેડ

રાજ્યનું 65.18 ટકા પરિણામ : જામનગર જિલ્લાનું 69.68 ટકા તથા દ્વારકા જિલ્લાનું 64.61 ટકા પરિણામ : જામનગરમાં 420 વિદ્યાર્થીઓને તથા દ્વારકામાં 92 વિદ્યાર્થીઓને A-1 ગ્રેડ : જામનગરની 9 શાળાનું 100 ટકા પરિણામ

- Advertisement -

ગુજરાત બોર્ડ દ્વારા માર્ચ-2022માં લેવાયેલ ધો. 10ની પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યનું 65.18 ટકા પરિણામ જાહેર થયું છે. જ્યારે જામનગર જિલ્લાનું 69.68 ટકા તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાનું 64.61 ટકા પરિણામ આવ્યું છે. જામનગર જિલ્લામાં 420 વિદ્યાર્થીઓ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 92 વિદ્યાર્થીઓ એ-1 ગ્રેડ સાથે ઉર્તિણ થયા છે. જ્યારે રાજ્યમાં કુલ 12090 વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ મેળવ્યો છે. 75.64 ટકા સાથે સુરત જિલ્લાનું સૌથી ઉંચુ પરિણામ આવ્યું છે. જ્યારે પાટણ જિલ્લાનું 54.29 ટકા સાથે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો છે. રાજ્યમાં 294 શાળાઓનું 100 ટકા પરિણામ આવ્યું છે.

- Advertisement -

માર્ચ-2022માં લેવાયેલ ધો. 10ની પરિક્ષાનું ગુજરાત બોર્ડ દ્વારા આજે પરિણામ જાહેર થયું છે. આ વર્ષે ધો. 10માં કુલ 7,81,702 પરિક્ષાર્થીઓ નોંધાયા હતાં. જે પૈકી 7,72,771 પરિક્ષાર્થીઓએ પરિક્ષામાં ઉપસ્થિત રહ્યાં હતાં અને 5,03,726 પરિક્ષાર્થીઓ ઉર્તિણ થતાં રાજ્યનું 65.18 ટકા પરિણામ જાહેર થયું છે. જ્યારે રિપીટર પરીક્ષાર્થીઓનું 30.75 ટકા પરિણામ આવ્યું છે. રાજ્યમાં 12090 વિદ્યાર્થીઓ એ-1 ગ્રેડ સાથે ઉર્તિણ થયા છે. જિલ્લાવાર પરિણામમાં સુરત 75.64 ટકા સાથે સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો છે. જ્યારે પાટણ 54.29 ટકા સાથે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો છે. જ્યારે કેન્દ્રવાર પરિણામમાં રાજકોટ જિલ્લાનું રૂપાવટી કેન્દ્રનું 94.80 ટકા સાથે સૌથી વધુ પરિણામ અને દાહોદ જિલ્લાનું રૂવાબારીમુવાડા કેન્દ્રનું 19.17 ટકા સાથે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર છે.
રાજ્યમાં 1290 વિદ્યાર્થીઓને એ-1 ગ્રેડ, 52992 વિદ્યાર્થીઓને એ-2 ગ્રેડ, 93602 વિદ્યાર્થીઓને બી-1 ગે્રડ, 1,30,097 વિદ્યાર્થીઓને બી-2 ગ્રેડ, 137657 વિદ્યાર્થીઓને સી-1 ગ્રેડ, 73114 વિદ્યાર્થીઓને સી-2 ગ્રેડ તથા 4146 વિદ્યાર્થીઓને ડી ગ્રેડ આવ્યો છે.

જામનગર જિલ્લામાં 15,171 વિદ્યાર્થીઓ નોંધાયા હતાં. જે પૈકી 15067 પરિક્ષાર્થીઓએ પરિક્ષા આપી હતી. જેનું 69.68 ટકા પરિણામ આવ્યું છે. જામનગર જિલ્લામાં નવ શાળાઓનું 100 ટકા પરિણામ આવ્યું છે. વર્ષ 2019માં જામનગર જિલ્લાનું 70.61 ટકા, વર્ષ 2020માં 57.82 ટકા પરિણામ આવ્યું હતું. જે આ વખતે 2022ના વર્ષમાં 69.68 ટકા પરિણામ આવ્યું છે.

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 8579 વિદ્યાર્થીઓ નોંધાયા હતાં. જે પૈકી 8505 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. જેનું 64.61 ટકા પરિણામ આવ્યું છે. દ્વારકા જિલ્લામાં 92 વિદ્યાર્થીઓને એ-1 ગ્રેડ, 589 વિદ્યાર્થીઓને એ-2 ગ્રેડ, 1201 વિદ્યાર્થીઓને બી-1 ગ્રેડ, 1579 વિદ્યાર્થીઓને બી-2 ગ્રેડ, 1450 વિદ્યાર્થીઓને સી-1 ગ્રેડ, 572 વિદ્યાર્થીઓને સી-2 ગ્રેડ તથા 12 વિદ્યાર્થીઓને ડી ગ્રેડ આવ્યો છે. દ્વારકા જિલ્લાનું વર્ષ 2019માં 70.32 ટકા, 2020માં 63.95 ટકા પરિણામ આવ્યું હતું. જ્યારે આ વર્ષે 64.61 ટકા પરિણામ આવ્યું છે.

જામનગર જિલ્લાનું ગ્રેડવાર પરિણામ

- Advertisement -

જામનગર જિલ્લામાં 420 વિદ્યાર્થીઓને એ-1 ગ્રેડ, 1436 વિદ્યાર્થીઓને એ-2 ગ્રેડ, 2171 વિદ્યાર્થીઓને બી-1 ગે્રડ, 2767 વિદ્યાર્થીઓને બી-2 ગ્રેડ, 2512 વિદ્યાર્થીઓને સી-1 ગ્રેડ, 1130 વિદ્યાર્થીઓને સી-2 ગ્રેડ તથા 63 વિદ્યાર્થીઓને ડી ગ્રેડ આવ્યો છે.

જામનગરનું કેન્દ્રવાર પરિણામ

જામનગર જિલ્લામાં 9 કેન્દ્રો ખાતેથી પરિક્ષા યોજાઇ હતી. જેમાં ધ્રોલ કેન્દ્રનું 82.38 ટકા, જામજોધપુર કેન્દ્રનું 67.59 ટકા, જામનગર શહેરનું 63.32 ટકા, જામનગર (ડીઆઇજી)નું 73.21 ટકા, કાલાવડનું 75.60 ટકા, જોડિયાનું 61.02 ટકા, લાલપુરનું 56.23 ટકા, સિક્કાનું 52.76 ટકા અને જાંબુડા કેન્દ્રનું 70.65 ટકા પરિણામ આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular