જામનગર શહેરના લાલપુર બાયપાસ પાસે આવેલા હરીધામ સોસાયટી પાછળ આવેલી આલાપ સોસાયટીમાં રહેતો યુવાન તેના મોટરસાઈકલ પર ઠેબા ચોકડી પાસેથી પસાર થતો હતો તે દરમિયાન પૂરઝડપે આવતા અજાણ્યા વાહને ઠોકરે ચડાવતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં લાલપુર બાયપાસ પાસે આવેલી આલાપ સોસાયીમાં રહેતા મનિષગીરી વસંતગીરી ગોસાઈ (ઉ.વ.45) નામનો યુવાન ગુરૂવારે સવારના સમયે તેના જીજે-10-સીકયુ-3725 નંબરના જ્યુપીટર મોટરસાઈકલ પર ઠેબા ચોકડી પાસેથી પસાર થતો હતો તે સમયે પૂરઝડપે બેફીકરાઈથી આવતા અજાણ્યા વાહને ઠોકરે ચડાવતા યુવાનને શરીરે અને પગમાં ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે 108 દ્વારા જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના ભાઇ રાજેશગીરી દ્વારા જાણ કરાતા પીએસઆઈ સી.એમ. કાંટેલિયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
જામનગરમાં ઠેબા ચોકડી પાસે અજાણ્યા વાહને ઠોકરે ચડાવતા યુવાનનું મોત
પૂરઝડપે આવતા વાહને બાઈકસવારને હડફેટે લેતાં સારવાર દરમિયાન યુવાનનું મૃત્યુ : પોલીસ દ્વારા અજાણ્યા વાહનચાલકની શોધખોળ