Tuesday, March 17, 2026
Homeરાજ્યહાલારકાલાવડમાં તરૂણીની અગમ્ય કારણોસર આત્મહત્યાથી અરેરાટી

કાલાવડમાં તરૂણીની અગમ્ય કારણોસર આત્મહત્યાથી અરેરાટી

કાલાવડ ગામમાં પંજેતનનગરમાં રહેતી અને અભ્યાસ કરતી તરૂણીએ તેણીના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આયખુ ટૂંકાવ્યાના બનાવમાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ આરંભી હતી.

- Advertisement -

આત્મહત્યાના બનાવની મળતી વિગત મુજબ કાલાવડ ગામમાં પંજેતનનગરમાં વસવાટ કરતાં હુશેનશા ભીખુશા શાહમદાર નામના યુવાનની પુત્રી મુસ્કાનબાનુ હુશેનશા શાહમદાર (ફકીર) (ઉ.વ.17) નામની તરૂણીએ સોમવારે બપોરના સમયે તેના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ બનાવ અંગેની મૃતકના પિતા દ્વારા જાણ કરાતા હે.કો. ડી. જે. મોરી તથા સ્ટાફએ સ્થળ પર પહોંચી જઇ તરૂણીના મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ આદરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular