જામનગર જિલ્લના ધ્રોલ તાલુકાના જાયવા ગામની યુવતી થોડા દિવસો પહેલાં ઘરેથી કપડાં ફિટ કરાવવા માટે ધ્રોલ જવાનું કહીને નીક્ળ્યા બાદ લાપત્તા થતાં પરિવારએ પોલીસમાં જાણ કરી છે.
ધ્રોલ તાલુકાના જાયવા ગામમાં રહેતા અને કડિયાકામ કરતાં દિનેશભાઇ સવજીભાઇ ચોટલિયા નામના પ્રૌઢની પુત્રી ઋચિતાબેન દિનેશભાઇ ચોટલિયા (ઉ.વ.23) નામની યુવતી ગત્ તા. 09 ડિસેમ્બરના રોજ સવારના દસ વાગ્યે ધ્રોલ ખાતે પોતાના કપડાં ફિટીંગ કરાવવા જવાનું કહીને ઘરેથી નીકળી હતી. પરંતુ ત્યારબાદ યુવતી ઘરે પરત ફરી ન હતી. બાદમાં પરિવારજનો દ્વારા યુવતીની શોધખોળ આદરવામાં આવી હતી. પરંતુ યુવતીનો કયાંય પત્તો લાગ્યો ન હતો. જેથી યુવતીના પિતા દ્વારા ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ગૂમનોંધ નોંધાવી જાણ કરવામાં આવી હતી. જેના આધારે હે.કો. ડી. પી. વઘોરા તથા સ્ટાફએ યુવતીની શોધખોળ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


