દેવભુમિ દ્વારકામાંથી એક માસ પૂર્વે લાપતાં થયેલી યુવતીને પોલીસે દિલ્હીમાંથી શોધી લઇ દ્વારકા લઇ આવવામાં આવી હતી અને તેમના પરિવારજનોને સોંપી આપી હતી.
આ અંગેની વિગત મુજબ દેવભુમિ દ્વારકામાંથી ગત્ 29 જૂનના દિવસે આસ્મીનબેન આસીફ મુસા લુચાણી (ડો/ઓફ અનવરભાઇ ઇસ્બાની) (ઉ.વ.-21) નામની યુવતી તેણીના ઘરેથી ચાલી ગયા બાદ આ બનાવ અંગે પોલીસમાં જાણ કરી હતી. તેના આધારે પોલીસે ગુમ નોંધ નોંધી અને યુવતીની તપાસ હાથધરતાં દિલ્હીમાં હોવાની જાણ થતાં પોલીસ અધિક્ષક સુનીલ જોષી તથા નાયબ પોલીસ અધિક્ષક નિલમ ગૌસ્વામી સુચના મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર પી.બી.ગઢવીના નેજા હેઠળ પીએસઆઇ યુ.બી.અખેડ, એએસઆઇ એચ.એન.ભટ્ટ, હેડ કોન્સ. રવિ હેરભા, પો કોન્સ અરશી ગોજીયા, રાજુ ઓળકીયા તથા વુ.પો.કોન્સ. હિરલબેન મકવાણા સહિતની ટીમ દિલ્હી રવાના થઇ હતી એન દિલ્હીમાંથી યુવતીની ભાળ મેળવી દ્વારકા લઇ આવ્યાં હતાં.