જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામના વાડી વિસ્તારમાં રહેતી યુવતી તેણીના ઘરેથી બસમાં બેસીને વતન જવા રવાના થયા બાદ લાપતા થઈ જતાં પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

મળતી વિગત મુજબ, મધ્યપ્રદેશના ધાર જિલ્લાના કુકસી તાલુકાના જાલીગામની વતની અને હાલ જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામની સીમમાં આવેલી દિગ્વીજયસિંહ જાડેજાના ખેતરમાં મજૂરી કામ કરતા પરિવારની પુત્રી તોલકીબેન ઉર્ફે કવિબેન ઇમાનભાઈ પરમાર (ઉ.વ.22) નામની યુવતી તેણીના વતનમાં મેળવો કરવા જવા માટે ધ્રાફા ગામથી એસટી બસમાં બેસીને રવાના થયા બાદ યુવતી તેણીના વતન પહોંચી ન હતી અને રસ્તામાં જ લાપતા થઈ ગઈ હતી. ત્યારબાદ પરિવાજનો દ્વારા યુવતીની શોધખોળ કરવા છતાં કોઇ પતો ન લાગતા આખરે પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે શેઠવડાળા પોલીસે યુવતીની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.