Saturday, January 10, 2026
Homeરાજ્યજામનગરમાઇગ્રેનની બીમારીથી કંટાળી જામનગરમાં યુવતીએ જિંદગી ટૂંકાવી 

માઇગ્રેનની બીમારીથી કંટાળી જામનગરમાં યુવતીએ જિંદગી ટૂંકાવી 

પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત: પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ

જામનગરમાં પ્રેમચંદ શેઠ કોલોની શેરી નંબર-5 માં રહેતી યુવતીને માઇગ્રેનની બીમારી હોય તેનાથી કંટાળી પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી હતી. આ અંગે પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગરના ન્યુ જેલ રોડ પ્રેમચંદ શેઠકોલોની શેરી નંબર-5 માં રહેતી હર્ષાબેન સુરેશભાઈ લાલવાણી (ઉ.વ.23) નામની યુવતીને છેલ્લાં ઘણાં સમયથી માઈગ્રેનની બીમારી હોય. અને માથામાં સતત દુ:ખાવો થતો હોય. યાદશકિત નબળી પડી જતી હોય જેનાથી કંટાળી જઈ તા.27 ના રોજ સાંજના સમયે પોતાના ઘરે રૂમમાં છતના હુંકમાં રહેલ પંખામાં દોરી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. યુવતીને હોસ્પિટલ ખસેડાતા તબીબ દ્વારા મૃત્યુ નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગે હિતેશભાઈ લાલવાણી દ્વારા પોલીસને જાણ કરતા સિટી એ ના એએસઆઈ કે.પી. જાડેજા સહિતનો સ્ટાફ દોડી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular