Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરભંગડા ગામમાં આદિવાસી ખેતમજૂરે દવા ગટગટાવી

ભંગડા ગામમાં આદિવાસી ખેતમજૂરે દવા ગટગટાવી

એક સપ્તાહની સારવાર કારગત ન નિવડી : મૃતદેહનો કબ્જો સંભાળી પોલીસ દ્વારા કારણ જાણવા તપાસ

- Advertisement -

કાલાવડ તાલુકાના ભંગડા ગામની સીમમાં આવેલા ખેતરમાં મજૂરીકામ કરતાં આદિવાસી યુવકે કોઇ કારણસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં બેશુદ્ધ થઈ જવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેમનું મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના ભંગડા ગામની સીમમાં આવેલી જયુભા જાડેજાના ખેતરમાં મજૂરીકામ કરતાં સુનિલભાઇ જીતુભાઈ નાયક (ઉ.વ.20) નામના આદિવાસી યુવકે ગત તા.1 ના ગુરૂવારે બપોરના સમયે ખેતરમાં કોઇ કારણસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં યુવક બેશુદ્ધ થઈ ગયો હતો. ત્યારબાદ યુવકને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન આદિવાસી યુવકનું ગુરૂવારે રાત્રિના સમયે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પિતા જીતુભાઈ નાયક દ્વારા જાણ કરાતા હેકો વી.વી.છૈયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular