જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં રહેતાં અને જમીન-મકાન લે-વેચનો વ્યવસાય કરતાં યુવાનના ઘર ઉપર ચાર શખ્સોએ છૂટા પથ્થરના ઘા મારી લાકડી વડે માર મારી અપશબ્દો બોલી ઈજા કરી હતી.
આ અંગની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર પ્રજાપતિ સોસાયટી શેરી નં.10 માં રહેતાં અને જમીન-મકાન લે-વેચનો વ્યવસાય કરતાં ભરતસિંહ દોલુભા જાડેજાના ઘરે ગત તા.21 ના મધ્યરાત્રિના સમયે નોડો અને નીતિન ઉર્ફે નીત્યો ચાવડા તથા બે અજાણ્યા સહિતના ચાર શખ્સોએ એકસંપ કરી યુવાનના ઘર ઉપર છૂટા પથ્થરના ઘા કર્યા હતાં તેમજ યુવાનને લાકડી વડે માર મારી અપશબ્દો કહ્યા હતાં. હુમલો કરી માર માર્યાની ઘટનામાં ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણ થતા હેકો એમ.એમ. જાડેજા તથા સ્ટાફે ઘવાયેલા યુવાનના નિવેદનના આધારે ચાર શખ્સો વિરૂધ્ધ હુમલાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.