જામનગરના શંકરટેકરી સિધ્ધાર્થ કોલોનીમાં રહેતા યુવાનની તબિયત લથડતા સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
આ બનાવની વિગત મુજબ, જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં આવેલા સિધ્ધાર્થ કોલોની શેરી નં.25 માં રહેતાં વિજય પ્રવિણભાઈ ચૌહાણ (ઉ.વ.36) નામના યુવાનની સોમવારે વહેલીસવારના સમયે તબિયત લથડતા યુવાનને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે ચિરાગ જેન્તીભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ જે એસ ગોવાણી તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.