Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરઅનૈતિક સંબંધોમાં આડખીલીરૂપ યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા - VIDEO

અનૈતિક સંબંધોમાં આડખીલીરૂપ યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા – VIDEO

ધરારનગરમાં વીર સાવરકર આવાસમાં મોડીરાત્રે બનાવ: મૃતકની પત્નીને અન્ય શખ્સ સાથે અનૈતિક સંબંધો: સંબંધોની જાણ થઈ જતાં નડતરરૂપ પતિનું કાસળ કાઢી નાખ્યું : શકદાર પત્ની અને બે સહિતના શખ્સો વિરૂધ્ધ હત્યાની ફરિયાદ

- Advertisement -

જામનગર શહેરના ખોડમીલના ઢાળિયા નજીક આવેલા વીર સાવરકર ભવનમાં ચોથા માળે રહેતાં અને ડ્રાઈવિંગ કરતા યુવાનની પત્નીને અનૈતિક સંબંધો હોવાની જાણ થઈ જતા અનૈતિક સંબંધ ધરાવતા શખ્સે અન્ય શખ્સ સાથે મળી ગત મધ્યરાત્રિના સમયે યુવાનના ઘરમાં ઘુસી છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવી હતી.

- Advertisement -

હત્યાના બનાવની વિગત મુજબ, જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં પાંચ-છ માસથી ચોરી, અકસ્માતો, હત્યાના પ્રયાસો તથા હત્યા જેવા ગંભીર ગુનાઓ વધી ગયા છે. છેલ્લાં પાંચ માસમાં હત્યાના ચાર જેટલા બનાવો બન્યા છે. ત્યારે જામનગર શહેરના ધરારનગર વિસ્તારમાં વિર સાવરકર ભવન આવાસમાં ચોથા માળે રહેતાં અને ડ્રાઈવિંગ કરતો ઈકબાલ ગનીભાઈ ખુરેશી (ઉ.વ.35) નામના યુવાનની પત્ની કરીશ્માબેનને ઈમ્તિયાઝ બસીર જોખીયા નામના શખ્સ સાથે અનૈતિક સંબંધો હોવાની ઇકબાલને જાણ થઈ ગઈ હતી અને ઈકબાલ તથા કરીશ્માબેનને બનતુ ન હોવાથી બને પતિ-પત્ની અલગ રહેતાં હતાં. દરમિયાન અનૈતિક સંબંધોમાં આડખીલીરૂપ ઈકબાલનું કાસળ કાઢવા માટે ગુરૂવારે મધ્યરાત્રિના સમયે ઈમ્તિયાઝ બસીર જોખીયા અને કિશન નામના બે શખ્સોએ ઘરમાં ઘુસી ઈકબાલને આંતરીને આડેધડ છરીના ઘા ઝીંકયા હતાં. એકાએક છરી વડે થયેલા હુમલામાં ઘવાયેલા ઈકબાલને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં રસ્તામાં જ તેનું મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. બનાવની જાણ થતા પીઆઇ પી પી ઝા, પીએસઆઈ કે.ડી. જાડેજા, એએસઆઈ રઘુવીરસિંહ પરમાર, હેકો રાજેશ વેગડ, ક્રિપાલસિંહ સોઢા, દશરથસિંહ પરમાર, પો.કો. સંજય પરમાર, જયદીપસિંહ જાડેજા, પ્રદિપસિંહ રાણા, કલ્પેશ અઘારા, હિતેશ મકવાણા, મયુરરાજસિંહ જાડેજા, વિપુલ ગઢવી, સાજીદ બેલીમ સહિતનો સ્ટાફ હોસ્પિટલે અને ઘટનાસ્થળે દોડી ગયો હતો.

- Advertisement -

તેમજ હત્યાની ગંભીરતાને ધ્યાનમાં લઇ એલસીબી તથા એસઓજી પણ બનાવસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી અજાણ્યા હત્યારાઓની શોધખોળ કરવા ચક્રો ગતિમાન કર્યા હતાં અને મૃતકના ભાઈ ગુલામહુશેન ગનીભાઈ ખુરેશીના નિવેદનના આધારે ઈમ્તિયાઝ તથા કિશન અને શકદાર કરીશ્માબેન વિરૂધ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીઆઇ પી પી ઝા તથા સ્ટાફે હત્યાનો ગુનો નોંધી હત્યારાઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular