જામનગર નજીક હાપા માર્કેટીંગ યાર્ડ રોડ પાસેથી પસાર થતા બાઈક સવારને પૂરઝડપે બેફીકરાઈથી આવતા છોટાહાથી વાહનચાલકે ઠોકરે ચડાવતા યુવાનનું સારવાર દરમિયાન અમદાવાદની હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગરમાં ધૂંવાવ પૂર્ણેશ્ર્વર મહાદેવ મંદિર સામેના વિસ્તારમાં રહેતા મનિષ હરસુખભાઈ ખાણધર નામનો યુવાન ગત ગુરૂવારે વહેલીસવારના સમયે તેના જીજે-10-એડી-7287 નંબરના બાઈક પર હાપા માર્કેટીંગ યાર્ડ રોડ પરથી પસાર થતો હતો તે દરમિયાન પૂરઝડપે બેફીકરાઈથી આવતા જીજે-10-ટીવી-6956 નંબરના છોટાહાથી વાહનચાલકે યુવાનના બાઈકને ઠોકરે ચડાવતા અકસ્માતમાં માથામાં તેમજ શરીરે ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ યુવાનને જામનગરની જી. જી. હોસ્પિટલમાં અને વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેમનું રવિવારે બપોરના સમયે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પિતા હરસુખભાઈ દ્વારા જાણ કરાતા હેકો પી.એ. ખાણધર તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.