ખંભાળિયા તાલુકાના શેઢા ભાડથર ગામે રહેતા હમીરભાઈ આલાભાઈ દેથરીયા નામના 35 વર્ષના યુવાન મંગળવારે રાત્રીના સમયે પોતાના જીજે-11-ક્યુ-767 નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા, ત્યારે તેમની બાઇક આડે કુતરૂ આવતા તેમણે મોટર સાયકલને બ્રેક મારી હતી. જેથી મોટરસાયકલ સ્લીપ થઈ જતા ચાલક હમીરભાઈ ફેંકાઈ ગયા હતા. જેના કારણે તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈ રામભાઈ આલાભાઈ દેથરીયાની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે મૃતક બાઈક ચાલક હમીરભાઈ દેથરીયા સામે જુદી-જુદી કલમ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.