જામજોધપુર ગામમાં ખેડૂતોને ફર્ટીલાઈઝર ખાતર વેંચવાનો ખાર રાખી ચાર શખ્સોએ યુવાનને અપશબ્દો બોલી ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, જામજોધપુરમાં આઝાદ ચોક વિસ્તારમાં રહેતાં અને નોકરી કરતા દિનેશભાઈ બાંભણિયા નામના યુવાન ઉપર ખેડૂતોને ફર્ટીલાઈઝર ખાતર વેંચવા બાબતનો ખાર રાખી સોમવારે રાત્રીના સમયે સુલતાન ઉર્ફે યુનુસ અકબરખાન બ્લોચ, મુકેશ ખાટાભાઈ ખેરાળા, અજય હનુભાઈ નકુમ, જયદીપ મોરી નામના ચાર શખ્સોએ એકસંપ કરી આંતરીને દિનેશને અપશબ્દો બોલી ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલામાં ઈજાગ્રસ્ત દિનેશે પોલીસમાં જાણ કરતા જામજોધપુર પોલીસે ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.


