જામનગર શહેરના ગુલાબનગર ઢાળિયા પાસે બિલ્ડિંગની સાઈટ પર જઈ વિડિયો શૂટીંગ કરતા યુવાનને ત્રણ શખ્સોએ પાવડા અને ધોકા વડે લમધારતા ઇજાગ્રસ્તના નિવેદનના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગરના ગુલાબનગર રવિ પાર્કમાં રહેતાં હાજી શેરમામદ દોદાણી નામનો યુવાન શુક્રવારે ગુલાબનગર ઢાળિયા પાસે બિલ્ડિંગ સાઈટ પર જઈને વીડિયો શૂટીંગ ઉતારતો હતો ત્યારે સંજય, મુન્નાભાઈ ખોજા નામના ત્રણ શખસોએ આવીને હાજીને ફડાકા મારી પાવડા અને ધોકા વડે આડેધડ હુમલો કરી ઈજા પહોંચાડી હતી. હુમલાથી ઘવાયેલા હાજીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણ થતા હેકો પી.કે.વાઘેલા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચ જઈ હાજીના નિવેદનના આધારે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.