જામનગર શહેરના સાધના કોલોની વિસ્તારમાં રહેતાં મહિલાના ભાઇએ મહાનગરપાલિકાના એન્જીનિયર તેની ગર્લફ્રેન્ડ સાથે ફરવા ગયા હતા. તે વાત ગર્લફ્રેન્ડના પિતાને ફોન કરીને જણાવી દીધાનો ખાર રાખી મહાનગરપાલિકાના એન્જીનિયર અને તેની ગર્લફ્રેન્ડએ ભાઇ-બહેન ઉપર છરી વડે હુમલો કરી મારી નાખવાની ધમકી આપી હતી.
બનાવની વિગત મુજબ જામનગર મહાનગરપાલિકામાં એન્જીનિયર તરીકે ફરજ બજાવતો અને ખોડિયાર કોલોનીમાં વસવાટ કરતો કેયૂર હિતેષભાઇ શુક્લા (ઉ.વ.24) નામનો યુવાન તેની ગર્લફ્રેન્ડ સાથે ફરવા ગયો હતો. જે બાબત અંગે કરણ દિલીપભાઇ ભટ્ટી દ્વારા ગર્લફ્રેન્ડના પિતાને ફોન કરીને જાણ કરવામાં આવી હતી. આ બાબતનો ખાર રાખી ગુરૂવારે સાંજના સમયે કરણના ઘરે સાધના કોલોની, એલ-18માં રૂમ નંબર 2448માં કેયૂર હિતેષભાઇ શુકલા અને તેની ગર્લફ્રેન્ડ સહિતના બે શખ્સોએ ઘરે જઇ કરણના માતાના ઘરે બોલાચાલી કરતા હતા ત્યારે કરણ આવી જતાં બન્નેએ કરણ સાથે ઝપાઝપી કરી મારી નાખવાના ઇરાદે છરીનો ઘા ઝિંકી ગંભીર ઇજા પહોંચાડી હતી. પરિવારને પતાવી દેવાની ધમકી પણ આપી હતી. ઉપરાંત ગર્લફ્રેન્ડએ કરણને કહ્યું કે, મારા પિતાજીને કહીને તમને પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલામાં ઘવાયેલા કરણને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. ત્યાં બનાવની જાણના આધારે પીઆઇ એન. એ. ચાવડા તથા સ્ટાફએ કરણના બહેન કવિતાબેનના નિવેદનના આધારે મહાનગરપાલિકાના એન્જીનિયર અને યુુવતિ સહિતના બે શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની તપાસ આરંભી હતી.


