Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરલાલપુર તાલુકાના ભણગોરના યુવાને બેકારીથી કંટાળી દવા ગટગટાવી

લાલપુર તાલુકાના ભણગોરના યુવાને બેકારીથી કંટાળી દવા ગટગટાવી

ખેત-મજૂરી અને ડ્રાઇવીંગ કામ ન મળતાં જીંદગી ટુંકાવી : પોલીસ દ્વારા તપાસ

- Advertisement -

લાલપુર તાલુકાના ભણગોર ગામમાં રહેતાં બેકાર યુવાનને કોઇ કામધંધો મળતો ન હોવાથી જીંદગીથી કંટાળી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ લાલપુર તાલુકામાં ભણગોર ગામમાં રહેતાં હસમુખ ખીમજીભાઇ મેરાણી(ઉ.વ.32) નામના યુવાનને દારૂ પીવાની કુટેવ હતી. તેમજ ખેત-મજૂરી અને ડ્રાઇવીંગ કરતો હતો. પરંતું હાલ કોઇ કામધંધો મળતો ન હોવાથી જીંદગીથી કંટાળીને ગત તા.30ના રોજ બપોરના સમયે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જયાં તેનું ગુરૂવારે સવારના સમયે મોત નિપજયાનું તબિબોએ જાહેર કર્યું હતું. આ અંગે મૃતકના પીતા ખીમજીભાઇ દ્વારા જાણ કરાતાં હેકો.એન.પી.વસરા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular