Monday, January 12, 2026
Homeરાજ્યહાલારએકલવાયુ જીવન જીવતા યુવકે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી

એકલવાયુ જીવન જીવતા યુવકે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી

લાલપુર તાલુકામાં સામાકાંઠે કોળીવાસમાં રહેતાં યુવાને દારૂ પીવાની આદત હોય અને લગ્ન થયા ન હોય જિંદગીથી કંટાળી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં સામાકાંઠા કોળીવાસમાં રહેતા હિતેશભાઈ દેવાભાઈ સવાસડિયા (ઉ.વ.34) નામના યુવાન કોઇ કામ ધંધો કરતો ન હોય અને દારૂ પીવાની ટેવ હોય જેથી તેના લગ્ન થયા ન હોય અને એકલવાયુ જીવન જીવતો હોય જેનાથી કંટાળી તા.23 ના રોજ ગળેફાંસો ખાઈ જિંદગી ટુંકાવી હતી. આ અંગે કમલેશભાઇ સવાસડિયા દ્વારા જાણ કરાતા હેકો એન.પી. વસરા સહિતના સ્ટાફે મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular