ખંભાળિયાના પાંચ હાટડી ચોક વિસ્તારમાં રહેતા વિશાલ દુલાભાઈ વરમલ નામના 22 વર્ષના યુવાન ઉપર પાઈપ વડે હુમલો કરી, ગંભીર ઇજા પહોંચાડવા ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ અહીંના કૈલાશ કોળી, ભાવેશ ભુટા સાલાણી, અજય ભુટા સાલાણી અને આશિષ આહીર નામના કુલ ચાર શખ્સો સામે અહીંની પોલીસમાં ફરીયાદ નોંધાવવામાં આવી છે.
આ પ્રકરણમાં હબીબભાઈ નામના એક યુવાન પાસે ફરિયાદી વિશાલ પૈસા માંગતો હોય, અંગેની લેતીદેતી બાબતે આરોપીઓએ એક સંપ કરી, ‘તું હબીબનો મિત્ર છો’ તેમ કહી, બિભત્સ ગાળો કાઢી, માર માર્યાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
આ બનાવ અંગે પોલીસે ચારેય શખ્સો સામે આઈ.પી.સી. કલમ 323, 324, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી પીએસઆઈ પ્રદિપસિંહ જાડેજા દ્વારા હાથ ધરવામાં આવી છે.
ખંભાળિયામાં યુવાન ઉપર પાઈપ વડે હુમલો
મારી નાખવાની ધમકી સબબ ચાર સામે ફરિયાદ