જામનગરના જલારામનગર વિસ્તારમાં યુવાનને ઘરે ઉલટી ઉબકા થતાં સારવારઅર્થે જી જી હોસ્પિટલમાં ખસેડાતા સારવાર દરમ્યાન તેનું મૃત્યુ નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું.
આ અંગેની વિગત મુજબ જામનગરમાં જલારામનગર, સહકાર સોસાયટીમાં રહેતા જયેશભાઇ મનસુખભાઇ રાઠોડ નામના 46 વર્ષના યુવાન ગત્ તા. 1 જૂનના રોજ પોતાના ઘરે હોય, દરમ્યાન ઉલટી ઉબકા થતાં તેમને સારવારઅર્થે જામનગરની જી જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે મૃતકના પુત્ર રોહન રાઠોડ દ્વારા પોલીસને જાણ કરાતા સિટી ‘બી’ પોલીસ હોસ્પિટલ દોડી જઇ, મૃતદેહનો કબ્જો સંભાળી, પીએમઅર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


