Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરસીક્કા ગામના યુવાનનું હૃદયરોગના હુમલાથી મોત

સીક્કા ગામના યુવાનનું હૃદયરોગના હુમલાથી મોત

બેશુદ્ધ હાલતમાં જી. જી. હોસ્પિટલે ખસેડાયો : સારવાર કારગત ન નિવડી : હૃદયરોગના હુમલાથી યુવાનોના મોતની સંખ્યામાં નોંધપાત્ર વધારો : હનુમાન ગેઈટ ચોકી નજીકથી બેશુદ્ધ હાલતમાં મળી આવેલ પ્રૌઢનું મૃત્યુ : પોલીસ દ્વારા તપાસ

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લા તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં નાના બાળકોથી લઇને યુવાનો સુધીની ઉંમરના લોકોમાં હૃદયરોગના પ્રાણઘાતક હુમલાઓનું પ્રમાણ અનેકગણુ વધી ગયું છે. જેમાં જામનગર તાલુકાના સીક્કા ગામમાં રહેતાં યુવાનને તેના ઘરે હૃદયરોગનો જીવલેણ હુમલો આવતા સારવાર કારગત નિવડી ન હતી. જામનગરના હનુમાન ગેઈટ પોલીસ ચોકી નજીકથી બેશુદ્ધ હાલતમાં મળી આવેલા પ્રૌઢનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેર અને જિલ્લમાં કોરોનાકાળ પછી હૃદયરોગના હુમલામાં મોતની ઘટનાઓ ચિંતાજનક રીતે વધતી જાય છે. તેમાં પણ ખાસ કરીને 10 વર્ષથી ઉપરના અને 40 વર્ષ સુધીના બાળકોથી લઇ યુવાનોમાં હૃદયરોગના હુમલાને કારણે મોત નિપજવાની ઘટનાઓમાં અનેકગણો વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને હાલારમાં આવી ઘટનાઓમાં બાળકો અને યુવાનોના મોત નિપજતા જાય છે. ત્યારે આવી જ એક વધુ ઘટનાની વિગત મુજબ, જામનગર તાલુકાના સીક્કા ગામમાં આવેલા મારૂતિનગર એસ.કે. ગાંધી કોલોનીમાં રહેતાં જયવંતસિંહ બળવંતસિંહ વાળા (ઉ.વ.37) નામના ડ્રાઈવિંગ કરતા યુવાન ગત તા.22 ના સોમવારે બપોરના સમયે તેના ઘરે હતા તે દરમિયાન એકાએક છાતીમાં દુ:ખાવો થવાથી હૃદયરોગનો હુમલો આવતા બેશુધ્ધ થઈ જવાથી યુવાનને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મંગળવારે મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના ભાઈ મહેન્દ્રસિંહ દ્વારા જાણ કરાતા હેકો એસ.ડી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ, જામનગર શહેરમાં હનુમાન ગેઈટ પોલીસ ચોકી નજીક ગત તા.20 ના રોજ સવારના સમયે દિપકભાઈ મકનજીભાઈ ખાનકી (ઉ.વ.55) નામના પ્રૌઢ બીમારીના કારણે બેશુદ્ધ હાલતમાં મળી આવતા 108 એમ્બ્યુલન્સ દ્વારા તેમને જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેનું મંગળવારે સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણ થતા એેએસઆઈ એમ.પી. ગોરાણીયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકના વાલી-વારસની શોધખોળ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular