કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે રહેતા દીપકભાઈ પોપટભાઈ ઘેડિયા નામના 37 વર્ષના પ્રજાપતિ યુવાન ગઈકાલે બુધવારે રાત્રિના સમયે સતાપર ગામના પાટીયા પાસે પડતર જમીનમાં આવેલી વીજ લાઈનમાં વીજ રીપેરીંગ કામ કરી રહ્યા હતા, ત્યારે તેમને વીજળીનો જોરદાર કરંટ લાગતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવવાની જાણ મૃતકના મોટાભાઈ રવિન્દ્રભાઈ પોપટભાઈ ઘેડીયાએ કલ્યાણપુર પોલીસને કરી છે.