Thursday, April 24, 2025
Homeરાજ્યજામનગરલોઠીયા ગામમાં ન્હાવા પડેલા બે પૈકી એક યુવાનનું ડુબી જતા મોત... -...

લોઠીયા ગામમાં ન્હાવા પડેલા બે પૈકી એક યુવાનનું ડુબી જતા મોત… – VIDEO

જામનગર તાલુકાના લોઠીયા ગામમાં આવેલી નદીમાં ન્હાવા પડેલા બે યુવાનો પૈકીના એક યુવાનનું ડુબી જતા મોત નિપજ્યું હતું. બનાવની જાણના આધારે ફાયર ટીમે સ્થળ પર પહોંચી જઇ યુવાનના મૃતદેહને બહાર કાઢયો હતો.

- Advertisement -

મળતી વિગત મુજબ, જામનગર શહેરમાં નવાગામ ઘેડ ખડખડનગર વિસ્તારમાં બચુભાઈ ગુજરાતીની વાડી પાસે રહેતાં મહેશભાઈ કરશનભાઈ ડાભી (ઉ.વ.30) નામનો મજૂરી કામ કરતો યુવાન તેના મિત્ર સાથે રવિવારે સવારે જામનગર તાલુકાના લોઠીયા ગામમાં સ્મશાન પાછળ આવેલી નદીમાં ઓછુ તરતા આવડતુ હોવા છતાં બન્ને યુવાનો ન્હાવા પડયા હતાં તે દરમિયાન મહેશ નદીના પાણીમાં ગરક થઈ ડૂબવા લાગ્યો હતો અને તરતા ઓછુ આવડતુ હોવાથી પાણીમાં ડૂબી ગયો હતો જ્યારે અન્ય યુવાને બુમાબુમ કરતા ગ્રામજનો એકઠા થઈ ગયા હતાં અને ફાયર ટીમને જાણ કરી હતી. ત્યારબાદ ફાયર વિભાગની ટીમે સ્થળ પર પહોંચી જઇ નદીમાંથી શોધખોળ કરી મહેશના મૃતદેહને બહાર કાઢયો હતો. આ અંગેની જાણ કરાતા હેકો એસ.એસ. જાડેજા તથા સ્ટાફે મૃતકના ભાઈ રમેશના નિવેદનના આધારે મૃતદેહને પીએમ મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular