લાલપુર તાલુકાના પડાણા ગામના પાટીયા પાસે રહેતાં અને ડ્રાઇવિંગ કરતો યુવાન ફુલઝર નદીના ચેકડેમ પર ન્હાવા ગયો તે દરમ્યાન ડેમના પાણીમાં ગરક થઇ જતાં મોત નિપજયું હતું.
બનાવની વિગત મુજબ લાલપુર તાલુકાના પડાણા ગામના પાટીયા પાસે અને ડ્રાઇવીંગ કરતો વજાભાઇ ઉર્ફે બાબુભાઇ પોલાભાઇ પંડત (ઉ.વ.25) નામનો યુવાન આજે સવારના સમયે ખટીયા ગામના પાટીયા પાસે આવેલી ફુલઝર નદીના ચેકડેમ પાસે તેનું જીજે-01-એચટી-5776 નંબરનું ટેન્કર રાખીને ડેમમાં ટેન્કર ધોવા અને ન્હાવા માટે ગયો હતો તે દરમ્યાન ડેમના પાણીમાં ગરક થઇ જતાં ડુબી ગયો હતો. ત્યારબાદ બનાવ અંગેની રામાભાઇ દ્વારા જાણ કરતાં હેકો. આઇ.કે.જાડેજા તથા સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને યુવાનના મૃતદેહને ચેકડેમમાંથી બહાર કાઢી પીએમ માટે મોકલવા કાર્યવાહી હાથ ધરી હતી.