Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરધુંવાવ ગામે ડેમમાં ન્હાવા પડેલ યુવાનનું ડૂબી જતાં મોત

ધુંવાવ ગામે ડેમમાં ન્હાવા પડેલ યુવાનનું ડૂબી જતાં મોત

જામનગરના કાલાવડ નાકા બહાર રહેતો યુવાન ડેમમાં ન્હાવા જતાં બનાવ: પોલીસ દ્વારા વધુ તપાસ

- Advertisement -

જામનગરના કાલાવડ નાકા બહાર રહેતો યુવાન ધુંવાવ ગામે આવેલ ડેમમાં ન્હાવા પડતા અચાનક ડુબી જવાથી તેનું મૃત્યુ નિપજ્યું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના કાલાવડ નાકા બહાર મોરકંડા રોડ પાસે રહેતો મુસ્તકીમ મહમદ ફુલવાલા (ઉ.વ.26) નામનો યુવાન ગત તા. 3 ના રોજ ધુંવાવ ગામે આવેલ ડેમમાં ન્હાવા પડતા અચાનક પાણીમાં ડૂબી ગયો હતો. આ અંગેની જાણ થતા સ્થાનિક તરવૈયાઓ તેમજ ફાયર શાખા દ્વારા યુવાનની શોધખોળ હાથ ધરતાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે હુશેનભાઈ મલકા દ્વારા પોલીસને જાણ કરાતા પંચકોશી એ ડીવીઝનના પ્રો. પીએસઆઇ એ.આર. પરમાર સહિતનો સ્ટાફ દોડી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular